મૂળ પશ્ચિમ બંગાળ નાં બીષ્ણુપુર માં આ પ્રકાર ની સાડી નું મુખ્ય ઉત્પાદન થતું અને સમગ્ર ભારત માં અને દુનિયા માં તેનું વેચાણ થતું, તમને એ જાણી ને નવાઈ લાગશે કે આ બાલૂચારી નો મતલબ શું? અને તેની વિશેષતા શું?
બાલૂચારી એટલે કે રાજા અને રાણી તથા એનાં સમગ્ર સામ્રાજ્ય ને કળા માં કંડારવું અને સામ્રાજ્ય ની ચિત્રપ્રતિમા દ્વારા માહિતી આપવી. કાપડ પર એક અલગ જ પ્રકાર ની સ્પષ્ટતા અને સમજણ દોરા અને કલર દ્વારા આ કળા માં આપવામાં આવતી.

સાડી એટલે ભારતીય નારી નું એક આગવું ઘરેણું અને તેમાંય સિલ્ક ની સાડીઓ એટલે ભારતીય નારી ની અતિપ્રિય સાડી.
સિલ્ક સાડીમાં આપણા ભારત દેશમાં લગભગ 246 પ્રકાર ની સિલ્ક ની ડિઝાઇનર સાડીઓ બની રહી છે અને એમાંય ઘણી કળા તો લુપ્ત થવા નાં આરે પણ છે એમાં ની એક અતિ લોકપ્રિય અને સ્ત્રીઓ ની મનગમતી બાલૂચારી સિલ્ક સાડી ની માહિતી આજે તમને અહીં અમે આપી રહ્યા છીએ

રાજા અને રાણી પોતાના તથા મહેલ નાં જરૂખાં,અનન્ય મહેલ નાં ગુંબજ સૌ વસ્તુ ને કાપડ માં વણાવતા જેનું નામ બાલૂચારી તરીકે પ્રસિદ્ધ થયું અને ખાસ કરીને શ્રીમંત ઘર ના પહેરવેશ માં આ પ્રકાર ની સાડીઓ એ સ્થાન લીધું.

પહેલા વારાણસીમાં અને પછી દક્ષિણ માં પણ આ પ્રકાર ની કળા નાં વસ્ત્રો નું ઉત્પાદન શરૂ થયું અને હવે સમગ્ર ભારત માં આ કળા ની સાડીઓ નું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે.

આપ જો પરંપરાગત આ પ્રકાર ની સિલ્ક કાપડ ની સાડી વસાવવા નો વિચાર કરતા હોવ તો તમારે ચોક્કસ એક વખત અહીં આપેલી લિંક ક્લિક કરીને આ ઓફર નો ચોક્કસ લાભ લેવો જોઈએ.

Leave a Reply